આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠક બાદ સીએમ રૂપાણીએ કહ્યું કે, આ સમયમાંથી વિજય મેળવવાનો છે. APL – 1 કાર્ડ ધારાકોને પણ અનાજ આપવામાં આવશે. સવા ત્રણ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરશે. સુખી- સંપન્ન લોકો APL – 1નો અધિકાર જતો કરે. ગરીબોને પૂરતી મદદ કરવામાં આવશે. CM રૂપાણીએ જનતાને સહકારની અપીલ કરી હતી.
આ મામલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું કે, રાજ્યના કોઈપણ પરિવારને અનાજની અછત નહીં પડે. અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજ આપવામાં આવશે. BPL – 1 કાર્ડધારકોને પણ અનાજ અપાશે. એપ્રિલ માસ સુધી તેમને અનાજ આપવામાં આવશે.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે, GST એક્ટમાં સુધારો કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં હોસ્પિટલ તૈયાર છે. 2200 બેડની હોસ્પિટલ COVID – 19 તૈયાર કરાઈ છે.
]]>