બ્રિટીશ અભિનેત્રી હિલેરી હીથનું મૃત્યુ કોરોના વાયરસથી થયું છે. હિલેરી હીથ 74 વર્ષની હતી અને તે એક અઠવાડિયાથી કોરોના સામે લડી રહ્યા હતા. હિલેરીના મોતની જાણ તેના પુત્ર એલેક્સ વિલિયમ્સ દ્વારા કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે હિલેરી મોટી ફિલ્મ્સનો ભાગ રહી છે જેમ કે હોરર ફિલ્મ ‘વિચફાઇન્ડર જનરલ’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. સુત્રો મુજબ હિલેરીના પુત્ર એલેક્સ વિલિયમ્સે તેમના મોતની પુષ્ટિ કરી છે. એલેક્સે તેના ફેસબુક પર એક પોસ્ટ લખીને જણાવ્યું કે તે છેલ્લા અઠવાડિયાથી કોવિડ -19 સામે લડી રહ્યા હતા.
હિલેરી પહેલા ગાયક જ્હોન પ્રાઇન, એડમ સ્લેન્ડીંગર, એન્ડ્રુ જેક, માર્ક બ્લમ અને કેન શિમુરા જેવા દિગ્ગજ કલાકારો પણ કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે. તે જ સમયે, હિલેરીના મૃત્યુના સમાચાર મળ્યા પછી, તેના ચાહકો અને હસ્તીઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
]]>